તરંગની ગતિ તરંગઅગ્રને કેવી દિશામાં હોય?
બિંદુવત ઉદ્ગમના તરંગઅગ્ર કેવા આકારના હોય?
જ્યારે પ્રકાશ ઉદ્ગમને બહિગોંળ લેન્સના કેન્દ્ર આગળ રાખવામાં આવે છે ત્યારે પ્રકાશ બહિર્ગોળ લેન્સમાંથી નિર્ગમન પામે છે. પ્રકાશના તરંગઅગ્રનો આકાર. . . . . હશે.
ઉપરોક્ત આકૃતિમાંની ગોઠવણ વડે બિંદુ $I$ આગળ રચાતા અંતિમ પ્રતિબિંબમાંથી નીકળતા તરંગ અગ્રોનો આકાર કેવો હશે ?
તમે પુસ્તકમાં ભણી ગયા કે કેવી રીતે હાઈગ્રેન્સનો સિદ્ધાંત પરાવર્તન અને વક્રીભવનના નિયમો તરફ દોરી જાય છે. આ જ સિદ્ધાંતનો ઉપયોગ કરી એક સમતલ અરીસાની સામે રાખેલ બિંદુવત્ત પદાર્થના આભાસી પ્રતિબિંબનું અરીસાથી અંતર, અરીસાથી વસ્તુ અંતર જેટલું હોય છે તેમ સાબિત કરો.